સપ્ટેમ્બર ૧ સપ્ટેમ્બર થી ૭ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી

બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (11:45 IST)
દર વર્ષે ૧ સપ્ટેમ્બર થી ૭ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે  છે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય માટે પોષણના મહત્વ વિશે જાગરૂકતા લાવવાં અને તેના દૂરવર્તી પ્રભાવ 
પાડવા,ઉત્પાદનતા,આર્થિક વિકાસ અને મહદઅંશે રાષ્ટ્રીય વિકાસ ઉત્પન્ન કરવા માટે છે. 
 
આજે કુપોષણ એક જટિલ સમસ્યા બની ગઈ છે. તેનાથી બચવા માટે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ગર્ભવસ્થા દરમ્યાન પોષ્ટિક આહાર, આર્યનની ગોળીઓ, શુદ્ધ આહાર તેમજ રેગ્યુલર સ્વાસ્થ્ય ચેકઅપ જરૂરી છે.
 
પોષણ એ સ્વાસ્થ્ય અને ભલાઈનું  એક કેન્દ્રબિંદુ છે.તે તેમને મજબુત બનાવવા માટે અને શક્તિઓના પ્રદાન દ્વારા તમને યોગ્ય અને સારા દેખાવા માટે ઘણી વસ્તુઓ પૂરી પાડે છે.ડબ્લ્યુએચઓના જણાવ્યાં 
 
અનુસાર, “શરીરમાં ભોજન પ્રમાણેના આહારની જરૂરીયાત રહે છે”  પોષણ એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે અસ્તિત્વ,સ્વાસ્થ્ય અને વિકાસનો મુદ્દો છે.
 
રાષ્ટ્રીય પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે જેમના દ્વારા 
 
સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને 
 
મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.        
 
આપણા જીવનમાં પોષણના મહત્વ અંગે તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”ના માધ્યમથી 30 ઑગસ્ટ, 2020ના રોજ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ બાળકો અને 
 
વિદ્યાર્થીઓ તેમની મહત્તમ શક્તિ ઉપયોગ કરે છે તેમાં યોગ્ય પોષણની શું ભૂમિકા છે તે અંગે  સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે એ બાબત પણ ખાસ ટાંકી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં 
 
જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યાં પોષણ સપ્તાહ અને પોષણ માસ દરમિયાન લોક ભાગીદારી દ્વારા પોષણ અંગેની જાગૃતિને મહા ચળવળમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર