Operation Sindoor: ભારતે પહેલગામનો બદલો લીધો, પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર મોટો મિસાઇલ હુમલો

બુધવાર, 7 મે 2025 (06:43 IST)
Operation Sindoor
Operation Sindoor: ભારતે પાકિસ્તાન પાસેથી પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારતે મિસાઇલ હુમલા દ્વારા મુઝફ્ફરાબાદ સહિત પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. પાકિસ્તાની મીડિયાના દાવા પછી તરત જ, ભારત સરકારે પણ આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી. આ હુમલા બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. ભારતે મુઝફ્ફરાબાદ, કોટલી અને બહાવલપુરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે.

 
આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ માર્યા ગયા છે. અન્ય સ્થળોએ માર્યા ગયેલા આતંકવાદીઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનમાં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. હવે ભારતીય સેનાએ પણ પાકિસ્તાન પર થયેલા હુમલાની પુષ્ટિ કરી છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ હુમલો છે.
 
 
પીઓકે પર પણ સર્જિકલ સ્ટ્રાઈક

ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી છે. ભારતે પીઓકેમાં મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.
 
 
પહેલગામ હુમલામાં માર્યા ગયેલા સંતોષની પત્નીએ પાકિસ્તાની આતંકવાદીઓના મોત પર આપ્યું રીએક્શન 
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સંતોષ જગદાલેના પત્ની પ્રગતિ જગદાલેએ કહ્યું, "આતંકવાદીઓએ આપણી દીકરીઓના ચહેરા પરથી સિંદૂર જે રીતે લૂછી નાખ્યું તેનો આ યોગ્ય જવાબ છે... આ ઓપરેશનનું નામ સાંભળતાની સાથે જ મારી આંખોમાંથી આંસુ આવી ગયા. હું સરકારનો હૃદયથી આભાર માનું છું..."
 
પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોએ પીએમ મોદીને સલામ કરી
 
પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા બાદ, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોએ પીએમ મોદીને સલામ કરી છે. પરિવારના સભ્યોએ પાકિસ્તાનથી બદલો લેવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે
 
ભારતીય સેના આજે સવારે 10 વાગ્યે હુમલા અંગે બ્રીફિંગ આપશે.
આજે સવારે 10 વાગ્યે ભારતીય સેના પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલા અંગે સંપૂર્ણ માહિતી આપશે.
 
પાકિસ્તાનમાં થયેલા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના લોકોએ ભારતીય સેના ઝિંદાબાદના નારા લગાવ્યા
 
જ્યારે ભારત સૂતું હતું, ત્યારે દેશની સેના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર કરી રહી હતી મિસાઇલોનો વરસાદ
જ્યારે ભારત સૂતું હતું, ત્યારે દેશની સેના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર મિસાઇલોનો વરસાદ કરી રહી હતી. પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના અડ્ડા નષ્ટ
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર