સૈનિક અને પત્રકારની હત્યા પછી હવે ભારતીય સેનાએ બમણા જોશથી ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યુ છે. રમજાનના એકતરફા સંઘર્ષ વિરામને કારણે આતંકવાદીઓએ વિરુદ્ધ બંધ થયેલ ઓપરેશન ઓલ આઉટ ફરી શરૂ થશે. સંઘર્ષ વિરામના અંતિમ દિવસોમાં પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબની આતંકવાદીઓએ દ્વારા હત્યા બાદ બદલાયેલી પરિસ્થિતિમાં સરકારે તેને અમરનાથ યાત્રા સુધી ટાળવાનો ઈરાદો બાજુ પર મુકી દીધો છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વીટ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ફરી શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યુ કે સંઘર્ષ વિરામ દરમિયાન સુરક્ષા બળોએ સંયમ બતાવવા છતા આતંકવાદીઓએ સુરક્ષાબળ પર હુમલા ચાલુ રાખ્યા. પણ હવે આતંકવાદીઓનો સંપૂર્ણ ખાતમો કરવા માટે શાંતિપ્રિય વર્ગને સાથ આપવો જોઈએ. સરકાર જમ્મુ કાશ્મીરમાં આતંક અને હિંસાથી મુક્ત માહોલના નિર્માણ માટે પોતાનો પ્રયાસ ચાલુ રાખશે.