પીએમ મોદીને મળ્યા રાજનાથ, ઈદ પછી ઘાટીમાં ઓપરેશન ઑલઆઉટ માટે સેના તૈયાર

શનિવાર, 16 જૂન 2018 (11:13 IST)
ઈદ પછી ઘાટીમાં ઓપરેશન ઑલઆઉટ માટે સેના તૈયાર છે. સેના અને સુરક્ષા બળોએ ઘાટીમાં પત્રકાર શુજાત બુખારી અને સેનાના એક જવાનની આતંકવાદીઓ દ્વારા નૃશંસ હત્યા પછી મોટા પાયા પર અભિયાન માટે કમર કસી લીધી છે. 
 
સુરક્ષા બળ ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સઘન અભિયાનની તૈયારીમાં છે. સેના અને અર્ધસૈનિક બળોને રાજનીતિક નેતૃત્વ પાસેથી લીલી ઝંડીની રાહ જોઈ રહ્યા છે. 
 
ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને ઘાટીની સ્થિતિ પર ચર્ચા કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા પછી કેન્દ્ર સરકાર ઈદ પછી ઘાટીમાં સૈન્ય ઓપરેશન પર મોટો નિર્ણય કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યુ કે બેઠક દરમિયાન સમજાય છે કે ગૃહ મંત્રીએ વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યા સહિત તાજેતરમાં થયેલ હત્યાઓને ધ્યાનમાં રાખતા કાશ્મીર ઘાટીની સુરક્ષા સ્થિતિની માહિતી આપી. 
 
સંક્ષિપ્ત બેઠક દરમિયાન એવુ કહેવાય રહ્યુ છે કે ગૃહમંત્રીએ બે મહિનાની અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા સ્થિતિની માહિતી આપી.  અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે.  બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ અને ગુપ્ત અને સુરક્ષા એજંસીઓના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. 
 
સુરક્ષા બળ ઈચ્છે છે કાર્યવાહી 
 
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યુ કે સરકાર ઘાટીની પરિસ્થિતિપર ચિંતિત છે. જો કે રમજાન દરમિયાન સીઝફાયરના એલાનથી ઘાટીમાં સારી અસરની વાત કહેવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને સ્થાનીક એજંસીઓ તરફથી સુરક્ષાબળોએ અભિયાન રોકયા પછી ઘટનાઓ ખૂબ ઓછી થવા અને વાતાવરણમાં સકારાત્મક અસરની વાત કરી છે. પણ સુરક્ષા બળોનુ માનવુ છે કે વધુ લાંબા સમય સુધી ઓપરેશન રોકવાથી આતંકી ગુટ ફરીથી તાકત મેળવી શકે છે. 
 
મનોબળ કાયમ રાખવા માંગે છે સરકાર 
 
જુદી જુદી રિપોર્ટના કારણે કેન્દ્ર સરકારમાં ઉહાપોહ જાગ્યો છે. સૂત્રોએ કહ્યુ કે કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર સૈન્ય અને સુરક્ષા બળનો મનોબળ કાયમ રાખવાનો છે.  ઘણી કોશિશ પછી સુરક્ષા બળને ઘાટીમાં આતંકવાદીઓનો પાયો તોડવામાં સફળતા મળી ક હ્હે.  સેના અને સુરક્ષા બળોએ મળીને છેલ્લા એક વર્ષ દરમિયાન ઘાટીમાં લશ્કર અને જૈશના મોટા આકાઓને ઠાર કર્યા છે.  ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યુ કે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન પર રમજાન સુધી જ રોક હતી. આ રોકને વધારવામાં સરકાર તરફથી હાલ કોઈ આદેશ સુરક્ષા બળોને આપ્યો નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર