આજે રસીકરણ અભિયાન પૂર્ણ થયું એક વર્ષ, જાણો ગુજરાતમાં કેટલું થયું વેક્સિનેશન

રવિવાર, 16 જાન્યુઆરી 2022 (16:39 IST)
આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે  સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.
આ એક વર્ષમાં દેશભરના કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ 60 થી વધુ વયના વયસ્કો અને હવે 15 થી 18 ની વયના તરુણોએ કોરોનાની રસીના ડોઝ લગાવીને કોરોના સામે સુરક્ષા કવચ ધારણ કર્યું છે.
 
કોરોનાની ત્રીજી લહેરે પણ જ્યારે જોર પકડ્યું છે ત્યારે તાજેતરમાં જ છ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં વયસ્કો કોરોના અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવીને કોરોના અને તેના ડેલ્ટા અને ઓમિક્રોન જેવા બદલાતાં સ્વરૂપો, વાયરસની સંવેદનશીલતા સામે પણ રક્ષણ પ્રદાન કર્યું છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે.
 
આ કોરોનારૂપી વાયરસનો પ્રતિકાર કરવામાં રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે તે આપણને બધાને સમજાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને દૂરંદેશીતાના પરિણામ સ્વરૂપ જ આજે ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશોમાં ભારતમાં નિર્માણ પામેલી સ્વદેશી વેક્સિન મોકલીને "વસુદેવ કુટુંબકમ" ની વિભાવના ચરિતાર્થ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સતત માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ માં ગુજરાત રાજ્યે રાષ્ટ્રભરમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે.
 
ગુજરાતમાં એક વર્ષમાં 9.46 કરોડ વેક્સિનનના ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમાંથી 97.5 ટકા પ્રથમ ડોઝ, જ્યારે.95% જેટલા નાગરિકો ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
 
તાજેતરમાં જ 15 થી 18 ના તરુણો માટે શરૂ થયેલ રસીકરણ ની કામગીરીમાં પણ 60 ટકા તરૂણોને કોરોનાની રસી આપીને ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. સાથો સાથ 16 ટકા જેટલા હેલ્થ કેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર