41 Cases Of omicron- ઓમિક્રૉન વૅરિયન્ટના ભારતમાં 41 કેસ, પ્રથમ મૃત્યુ, ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોનનો ચોથો કેસ
દક્ષિણ આફ્રિકાથી ગુજરાત આવેલા એક મુસાફરને ઓમિક્રોન( omicron) વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો, હવે દેશમાં આ વેરિઅન્ટના કુલ કેસ 41 થઈ ગયા છે. જો કે, મહારાષ્ટ્ર હજુ પણ ઓમિક્રોન( omicron) નું હોટસ્પોટ છે. ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ કેન્યા અને અબુ ધાબી થઈને 3 ડિસેમ્બરે દિલ્હી પહોંચ્યો હતો પરંતુ ત્યાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant) અત્યાર સુધીમાં છ રાજ્યોમાં જોવા મળ્યું છે – મહારાષ્ટ્ર (20), રાજસ્થાન (9), કર્ણાટક (3), ગુજરાત (4), કેરળ (1) અને આંધ્રપ્રદેશ (1) અને બે કેન્દ્રશાસિત પ્રદેશો – દિલ્હી (2) અને ચંદીગઢ (1). વેરિઅન્ટના ઝડપી પ્રસારને ધ્યાનમાં રાખીને, સરકારે લોકોને કોરોના નિયમોમાં છૂટછાટ ન આપવા જણાવ્યું છે. કોરોનાનું ઓમિક્રોન પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. હવે આ પ્રકાર લગભગ 70 દેશોમાં ફેલાઈ ગયો છે.
ઓમિક્રૉન વૅરિયન્ટ વૅક્સિનની અસર ઘટાડે છે, વધુ ઝડપથી પ્રસરે છે : WHO
રવિવારના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધારે સંક્રામક છે અને વૅક્સિનની અસરને ઘટાડે છે.