Cyclone Asan - 3 દિવસ બાદ આ વિસ્તારોમાં ત્રાટકશે વર્ષનુ પહેલુ વાવાઝોડુ, 90KMPHની ગતિએ ચાલશે હવા

શનિવાર, 7 મે 2022 (15:46 IST)
વર્ષ 2022નું પહેલુ વાવાઝોડુ અસાની 10મી મે ના રોજ ભારત ટકરાવવાની શક્યતા છે,  હવામાન વિભાગે બંગાળ અને ઓડિશાના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વિભાગે કહ્યું કે ચક્રવાત સમયે પવનની ઝડપ 90 KMPH સુધી રહી શકે છે.
 
ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત આસાની શનિવારે સાંજે આંદામાન સમુદ્રથી બંગાળની ખાડી તરફ આગળ વધશે. આ પછી 8 થી બંગાળ, ઓડિશા અને ઝારખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદ થશે. તેમણે આગાહી કરી હતી કે ચક્રવાત ઓડિશા અથવા આંધ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 75 થી 90 KMPH સુધીની હોઈ શકે છે 
 
 હાઈ એલર્ટ પર ઓડિશા, માછીમારોને આપી ચેતવણી
ઓડિશાના વિશેષ રાહત કમિશનર પીકે જેનાએ કહ્યું કે શનિવારે અમે NDRF અને ODRAFની ટીમોને મેદાનમાં ઉતરવાની સૂચના આપીશું. તેમણે કહ્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડના સૂચન બાદ અમે માછીમારોને દરિયામાં ન જવા માટે કહ્યું છે. રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
 
આ રાજ્યોને પર વાવાઝોડુ અસાનીની થશે અસર 
ઓડિશા ઉપરાંત ચક્રવાતી તોફાન આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે. IMD એ ઓડિશા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
 
5 મહિના પછી આવી રહ્યું છે વાવાઝોડુ  
આ પહેલા ડિસેમ્બર 2021માં વાવાઝોડુ  જાવડ ભારતમાં આવ્યું હતું. સાથે જ ચક્રવાત ગુલાબે સપ્ટેમ્બર 2021 માં દસ્તક આપી હતી, જ્યારે મે 2021 માં, ચક્રવાત યાસે બંગાળ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં તબાહી મચાવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર