જાણૉ શુ છે મામલો
મોનિકા અલ્મેડા નામની 37 વર્ષીય એક મહિલા 16 નવેમ્બરએ કોમામા જતી રહી. તેને ઓક્ટોબરમાં કોરોના થયો હતો. એનએચએસ લિંકનશાયરમાં કોરોનાના દર્દીઓની સતત સારવાર કરતા સમયે તે ઓક્ટોબરમાં કોરોનાની ઝપેટમાં આવી હતી. તેની ધીરે ધીરે તબિયત ખરાબ થઈ અને વધારે બગડી. તેને લોહીની ઉલ્ટીઓ થવા લાગી. આ બાદ તેમને હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી. ત્યાંથી તેમને રજા આપી દેવામાં આવી. પરંતુ થોડાક દિવસ પહેલા મોનિકાને શ્વાસ લેવામાં સમસ્યા આવવા લાગી. બાદમાં તે ફરી હોસ્પિટલમાં દાખલ થઈ. પરંતુ ઓક્સિજન લેવલ સતત ઘટ્યા બાદ તે 16 નવેમ્બરમાં કોમામા જતી રહી