પટનામાં કોરોનાનો વિસ્ફોટ, એક સાથે 84 ડોક્ટરોને થયો કોરોના; સરકાર ચિંતિત

સોમવાર, 3 જાન્યુઆરી 2022 (11:08 IST)
રાજધાની પટનાની હોસ્પિટલમાં એક સાથે ઓછામાં ઓછા 84 ડોકટરો કોરોના સંક્રમિત થયા છે. સહયોગી વેબસાઈટ ડીએનએના રિપોર્ટ અનુસાર, નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (NMCH)ના 84 ડોક્ટરો રવિવારે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અહીં ઓછામાં ઓછા 194 સિનિયર અને જુનિયર ડૉક્ટરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 84નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 
જણાવી દઈએ કે, રવિવારે બિહારમાં NMCSની હોસ્પિટલ સહિત કોરોનાના 352 નવા કેસ નોંધાયા હતા. તાજેતરના સત્તાવાર આંકડાઓ અનુસાર, કોરોનાના કેસોમાં અચાનક થયેલા વધારાને કારણે રાજ્યમાં કુલ સક્રિય કેસ વધીને 1,074 થઈ ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર