Noida International Airport Inauguration: 7 દસકા પછી યુપીને એ મળ્યુ, જેનો છે એ હકદાર - બોલ્યા પીએમ મોદી

ગુરુવાર, 25 નવેમ્બર 2021 (15:30 IST)
પીએમ  નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સાથે યુપી હવે 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનશે. જેવરમાં બની રહેલું આ એરપોર્ટ દિલ્હી-NCRનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે અને તેના નિર્માણ બાદ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનું દબાણ પણ ઓછું થઈ જશે

 
તેમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ છે. મંચ પર આવતા પહેલા મોદી જેવર એરપોર્ટના મોડલને જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ રિમોટનું બટન દબાવી એરપોર્ટનો શિલાન્યાસ કર્યો છે.
 
 
આ પહેલા સીએમ યોગીએ કહ્યું કે જિન્નાના અનુયાયીએ શેરડીની મીઠાશમાં કડવાશ ભેગી કરી હતી, શેરડીની મીઠાશને ઈન્ટરનેશનલ સ્તર પર લઈ જવા માટે એરપોર્ટ મહત્વપૂર્ણ ભાગ રહેશે. ત્યારબાદ  પીએમ મોદીએ જંગી જન સભાનુ સંબોધન કર્યુ 
 
મોદીએ સંબોધનમાં કહ્યું કે, જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. તે યૂપીને આંતરરાષ્ટ્રિય બજારો સાથે સીધુ કનેક્ટ કરશે. ખેડૂત ફળ, શાકભાજી, માછલીને ઝડપથી એક્સપોર્ટ કરી શકશે.આઝાદી મળ્યા બાદ યૂપીને ટોણા સાંભળવા મજબૂર કરવામાં આવ્યા હતા. ગરીબી, ગોટાળા, ખરાબ માર્ગો દરેક બાબતના ટોણા યૂપીને સાંભળવા પડતા હતા. હવે યૂપી ઈન્ટરનેશનલ છાપ છોડી રહ્યું છે.આ અગાઉ સીએમ યોગીએ કહ્યું કે જિન્નાના અનુયાઈઓએ શેરડીની મીઠાશમાં કડવાશ ભેળી હતી. શેરડીની મિઠાશને આંતરરાષ્ટ્રિય સ્તર પર લઈ જવા માટે આ એરપોર્ટ મહત્વપૂર્ણ ભાગ બનશે.
 
 
પીએમ મોદીએ કહ્યું, પહેલાની સરકાર દરમિયાન ખેડૂતો પાસેથી જે જમીન લેવામાં આવી તેમાં ઘણી જગ્યાએ વળતરની સમસ્યા રહી હતી અને વર્ષો સુધી જમીન બેકાર પડી રહી હતી. અમે ખેડૂત હિતમાં, દેશના હિતમાં આ અડચણોને દૂર કરી છે. અમે ખાતરી કરી હતી કે, પ્રશાસને ખેડૂતો પાસેથી યોગ્ય સમયે જમીન ખરીદી અને ત્યારપછી 30 હજાર કરોડની આ યોજનાના ભૂમિ પૂજન માટે અમે આગળ વધ્યા છે.
 
 
 
જાણો આ એરપોર્ટ વિશે 
 
- જેવર હવાઈ મથકને યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (YIAPL) દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ કંપનીની પરિયોજનાના સ્વિસ રિયાયત કર્તા જ્યૂરિખ ઈન્ટરનેશનલ એરપોર્ટ એજીની 100 ટકા મદદગાર કંપની છે.
- YIAPL ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારની સાથે ઉંડી પાર્ટનરશીપમાં પીપીપી મોર્ડલ અંતર્ગત એરપોર્ટ વિકસિત કરી રહી છે.
- એરપોર્ટ 1300 હેક્ટરથી વધુની જમીન પર ફેલાયેલુ છે.
- આ એક ગ્રીન ફીલ્ડ હવાઈ મથક છે જેને 4 ફેઝમાં બનાવવામાં આવશે. પહેલો ફેઝ 2024માં ચાલુ થશે. ચરણ 1 પરિયોજનાનો ખર્ચ 8916 કરોડ રુપિયા છે.
- પહેલું ચરણ પત્યા બાદ વર્ષ 1.2 કરોડ પ્રવાસીઓના પ્રવાસની આશા છે. 2040 અને 2050 ની વચ્ચે છેલ્લુ ચરણ પત્યા બાદ દરેક વર્ષે 7 કરોડ પ્રવાસીઓને સંભાળવાની ક્ષમતા હશે.
- જવેર હવાઈ મથક દિલ્હી એરપોર્ટથી 72 કિમી અને નોઈડાથી 40 કિમી દૂર સ્થિત છે.
-એરપોર્ટ એક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટરની જેમ માનવામાં આવી રહ્યો છે. જેમાં હાજર યમુના એક્સપ્રેસ વે અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેની પાસે હોવાના કારણે મલ્ટીમોર્ડલ ટાંજિટ હબ હશે અને તેને હરિયાણાના ફરીદાબાદ જિલ્લા બલ્લભગઢમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી જોડવામાં આવશે.
-યુપીના સીએમ યોગીએ કહ્યું કે વર્ષ 2017 સુધી યુપીમાં ફક્ત 2 એરપોર્ટ હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારની સ્થાનિક કનેક્ટિવિટી યોજનાના લાગૂ થવાની સાથે રાજ્યમાં 9 કાર્યાત્મક એરપોર્ટ છે.
- મંગળવારે પીએમ મોદીની પ્રવાસની તૈયારીની સમીક્ષા બાદ આદિત્યનાથે કહ્યું કે સોનભદ્ર, ચિત્રકૂટ, લલિતપુર, આજમગઢ અને શ્રાવસ્તીની પાસે નવા એરપોર્ટની યોજના બનાવવામાં આવી રહી છે.
-રાજ્ય સરકારનું કહેવું છે કે જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લાખો લોકોને રોજગારનો અવસર મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર