#NoConfidenceMotion LIVE: લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ સાંજે 6 વાગ્યે શરૂ થશે

શુક્રવાર, 20 જુલાઈ 2018 (11:06 IST)
- #NoConfidenceMotion: લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ સાંજે 6 વાગ્યે શરૂ થશે 
- #NoConfidenceMotion: બીજેડીએ લોકસભાનો બહિષ્કાર કર્યો, બીજેડીએ કહ્યુ કે યૂપીએ, એનડીએએ ઓડિશાને નજર અંદાજ કર્યુ છે. 

- - બીજેડીએ લોકસભામાંથી વોટઆઉટ કર્યુ 
- બીજેડીને 15 મિનિટ, શિવસેનાને 14 મિનિટ, ટીડીપીને 13 મિનિટ મળ્યા છે. 
- સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત બીજેપીના સીનિયર નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. 
- શિવસેના અવિશ્વાસ પ્રસ્તાવનો બહિષ્કાર કરશે. શિવસેના વોટિંગમાં ભાગ નહી લે અને સદનમાં ગેર હાજર રહેશે. 
- શિવસેનાના સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠક સંસદ ભવન પરિસરમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શિવસેનાનો હાલ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વલણ સ્પષ્ટ નથી 
- અમને ચર્ચા માટે પર્યાપત સમય નથી મળ્યો. અમે જનતાની સમસ્યાઓ સંસદમાં મુકીશુ - ખડગે 
- લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે સરકાર તરફથી રાજનાથ સિંહ રાકેશ સિંહ, વિરેન્દ્ર સિંહ મસ્ત અને અર્જુન રામ મેઘવાલ બોલશે. 
- બીજેપી અધ્યક્ષ અમિત શાહ લોકસભા સંસદ પહોંચ્યા 
- દેશના લોકતંત્ર ઈતિહાસમાં 27મી વાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. 
- કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી લોકસભામાં સૌથી પહેલા ભાષણ આપશે. 
- ન ક્યારે પાર્ટીએ મને વચ્ચે છોડ્યો અને ન મે પાર્ટીને.. હુ એક વફાદાર યોદ્ધાની જેમ બીજેપીનુ સમર્થન કરતો હતો, કરુ છુ અને કરતો રહીશ. હાલ માટે મારો વોટ બીજેપીને. 2019ની ચૂંટણી માટે.. યે કહાની ફિર કભી.. બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર