આજથી હાઈવે પર નહી મળે દારૂ, દિલ્હીની 65 દુકાનો પર પડશે અસર

શનિવાર, 1 એપ્રિલ 2017 (10:51 IST)
સુપ્રીમ કોર્ટે એક એપ્રિલથી નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની આસપાસ દારૂ વેચવા પર રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી અસર દિલ્હીના 65 દુકાનો પર પડશે. જાણવા મળ્યુ છે કે આજે આ દુકાનોને સીલ કરી દેવામાં આવશે. દિલ્હીમાં સ્ટેટ હાઈવેના નિકટ 500 મીટરની હદમાં સ્થિત લગભગ 50 પબ, રેસ્ટોરેંટ અને હોટલમાં આજથી દારૂ નહી મળે. 
 
સરકારી સૂત્રોએ જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી 65 દારૂની દુકાનોને સીલ કરી દેવામાં આવશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ હતુ કે એક એપ્રિલથી દેશમાં રાજમાર્ગોના 500 મીટરની હદમાં આવનારી દારૂની દુકાનો, પબ, હોટલો અને બારમાં દારૂ વેચવાની અનુમતિ નહી મળે. 
 
ઈંકમટેક્ષ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રાજમાર્ગો મોટાભાગે એનએચ-8 પર સ્થિત દારૂની દુકાનો, પબ, રેસ્ટોરેંટ અને હોટલમાં દારૂબંધી ચોક્કસ કરાવવા માટે અનેક ટીમોની રચના કરવામાં આવી છે. 
 

વેબદુનિયા પર વાંચો