બનાવવાની રીત-
એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલી ઈલાયચી, તમાલપત્ર અને મખાના ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
આદુ-લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને દહીં મિક્સ કરી સારી રીતે શેકી લો. એ જ પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં મટનના ટુકડા ઉમેરો.
ત્યાર બાદ તેમાં કોરમા મસાલો નાખીને તેલ ચઢે ત્યાં સુધી પકાવો.
હવે તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું નાખીને મિક્સ કરો. પછી ઢાંકીને ધીમી આંચ પર જ્યાં સુધી મટન સંપૂર્ણપણે બફાઈ ન જાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટને પેનમાં નાંખો અને તેમાં જાફરી ગરમ મસાલો અને કેવરાનું પાણી ઉમેરી 5 મિનિટ ધીમી આંચ પર પકાવો.