NDA ઉમેદવાર હરિવંશસિંહ બન્યા ઉપસભાપતિ, મોદીએ પ્રશંસા કરતા કહ્યુ હવે સૌની પર કાયમ રહે હરિકૃપા

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (13:04 IST)
રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે મતદાન થયું. એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહે આ ચૂંટણીમાં મોટી જીત પ્રાપ્ત કરી છે. હરિવંશ સિંહ જેડીયુમાંથી રજ્યસભાના સાંસદ છે. તેમણે વિપક્ષની તરફથી કૉંગ્રેસના બીકે હરિપ્રસાદને માત આપી. હરિવંશના પક્ષમાં કુલ 125 મત પડ્યા તો બીકે હરિપ્રસાદના હકમાં કુલ 105 વોટ પડ્યા. વોટિંગમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો. જ્યારે બે સભ્યો વોટિંગમાં ગેરહાજર રહ્યાં
 
આ રીતે એનડીએએ યૂપીએના ઉમેદવારને 20 મતથી હરાવ્યા છે. રાજ્યસભામાં હાલમાં 244 સાંસદ છે, પરંતુ 230 સાંસદોએ જ વોટિંગમાં ભાગ લીધો હતો. એનડીએના ઉમેદવારને બહુમતના આંકડા 115થી 10 વોટ વધારે મળ્યા.
 
મોદીએ આપી શુભેચ્છા 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિવંશને રાજ્યસભાના ડિપ્ટી ચેયરમેન તરીકે પસંદગી થવા બદલ શુભેચ્છા અપી છે. ચૂંટણી પછી મોદી પોતે હરિવંશને મળવા તેમની સીટ સુધી ગયા. તેમણે મજાકમાં કહ્યુ કે હવે અબ્ધુ સદનમાં હરિને ભરોસે છે. મોદીએ તેમના વખાણમાં કહ્યુ કે હરિવંશજી કલમના ધનવાન છે. હરિવંશજી ચંદ્રશેખર જીના લાડલા હતા. જે ભૂમિ પરથી તેઓ આવ્યા છે આઝાદીની લડાઈમાં તેની મોટી ભૂમિકા રહી. ઓગસ્ટની ક્રાંતિમાં બલિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મોદીએ કહ્યુ કે હરિવંશે પત્રકારિતાને જન આંદોલનની જેમ લીધુ. 
 
 
જાણો હરિવંશરાય વિશે.. 
 
ભાજપના નેતૃત્વવાળી NDAએ જેડીયુના હરિવંશ નારાણય સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. તે બિહારથી સાંસદ છે અને પૂર્વ પત્રકાર છે. જેડીયુના ઉમેદવારને નોમિનેટ કરી ભાજપ પોતાના સહયોગી દળોની નારાજગીને દૂર કરવાની કોશિષ કરી તેની ફરિયાદ રહે છે કે તેમને અલગ છોડી દેવામાં આવ્યા છે. રાજ્યસભામાં હાલનો આંકડો 244નો છે. પરંતુ ગૃહમાં 2 સભ્યો ગેરહાજર હતા.આ ચૂંટણીમાં જીતથી બાજપને બેવડો ફાયદો થવા જઇ રહ્યો છે કારણ કે ચેરમેન વેંકૈયા નાયડુની સાથે જ ડેપ્યુટી ચેરમેન પણ તેની પસંદના થઇ ગયા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર