પોલીસ અને BSFએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે
માલદાના બૈષ્ણબનગર સ્થિત એક શાળામાં ધુલિયા વિસ્તારના ઘણા લોકોએ આશ્રય લીધો છે. આ લોકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે. લોકોમાં હજુ પણ હિંસાનો ડર જોવા મળી રહ્યો છે. પોલીસ અને BSF દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે, જેના પર સતત કોલ આવી રહ્યા છે. શુક્રવારે, 32 વર્ષીય પિંકી દાસના પતિ ચંદન (40) અને સસરા હરગોવિંદ (74)ની ટોળા દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ બંને હિન્દુ દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા.