લોકસભામાં મુલાયમ સિંહ યાદવનુ મોટુ નિવેદન - મોદી ફરી બને પ્રધાનમંત્રી

બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (16:42 IST)
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા મુલાયમ સિંહ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે.  લોકસભામાં મુલાયમે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદીએ ફરી પીએમ બનવુ જોઈએ. મુલાયમે મોદીના જોરદાર વખાણ કર્યા. 
 
સંસદ સત્રના અંતિમ દિવસે બોલતા મુલાયમે કહ્યુ ... 
 
હુ ઈચ્છુ છુકે નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બને. મોદીએ અનેક સારા કામ કર્યા છે. તેની પર કોઈ ટિપ્પણી નથી કરી શકતુ. 
 
મુલાયમ સિંહ યાદવે સદનમાં કહ્યુ કે હુ કામના કરુ છુ કે અહી જેટલા પણ સભ્ય છે એ ફરીથી જીતીને આવે. આ સાથે જ પીએમ મોદીના વખાણ કરતા તેમણે બીજીવાર પીએમ બનવા માટે શુભકામનાઓ પણ આપી. મુલાયમના નિવેદન પછી પીએમ મોદીએ બંને હાથ જોડીને તેમનો આભાર માન્યો. 
 
આ ખૂબ જ રસપ્રદ તસ્વીર હતી. એક બાજુ સપા અને બસપા મળીને ઉત્તર પ્રદેશમાં ભાજપાના ચૂંટણી રથને રોકવાનો પ્લાન બનાવી રહી છે તો બીજી બાજુ મુલાયમ કહી રહ્યા છેકે તેઓ મોદીને એકવાર ફરીથી પીએમની ખુરશી પર જોવા માંગે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર