. પૂરથી થયેલી બરબાદીમાં ફસાયેલા કેરલની મદદ માટે ચારેબાજુથી હાથ ઉભા થઈ રહ્યા છે. પણ હવે એવુ જાણવા મળ્યુ છે કે કેરલમાં પૂર રાહત અભિયાન માટે સરકાર વિદેશો પાસેથી નાણાકીય મદદ લેવાના મૂડમાં નથી. કેરલમાં લોકોનુ જીવ પાટા પર પરત લાવવા માટે હાલ કેરલને દરેક પ્રકારને મદદની જરૂર છે. મંગળવારે મુખ્યમંત્રી પિનરઈ વિજયને એલાન કર્યુ કે સંયુક્ત અરબ અમીરાત કેરલના પૂરથી બરબાદીનો સામનો કરવા માટે 700 કરોડ રૂપિયાની મદદનો પ્રસ્તાવ મોકલ્યો છે. જો કે કેન્દ્ર સરકાર કદાચ તેને સ્વીકાર નથી કરી શકતી.