પુણેમાં વરસાદની આફત, 7 લોકોના મોત, આજે બંધ રહેશે શાળા-કોલેજ

ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (10:34 IST)
માનસૂન ખતમ થવા આવ્યો છે પણ મહારાષ્ટ્રમાં વરસાદની આફત રોકાવવાનુ નામ નથી લઈ રહી. પુણેમાં ગઈ રાત્રે જોરદાર વરસાદ થયો. મુશળધાર વરસાદને કારણે રસ્તાથી લઈને ઘરો સુધી વરસાદે  કબજો જમાવી લીધો. બીજી બાજુ સહકાર નગર વિસ્તારમાં દિવાલ પડવાથી 5 લોકોના મોત થઈ ગયા. પુણે જીલ્લા કલેક્ટર નવલ કિશોર રામે બધી શાળા અને કોલેજોમાં આજે રજાની જાહેરાત કરી છે. 
પુણેમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ત્રણ ટીમો ગોઠવાઈ છે. પુણેમાં પુરથી અત્યાર સુધી 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી બાજુ પુણેના કલેક્ટરે શહેરના પુરનાર, બારામતી, ભોર અને હવેલી તાલુકાની બધી શાળાઓ અને કોલેજોને ગુરૂવારે બંધ રાખવાની જાહેરાત કરી છે.  

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ખૂબ જ તબાહી મચાવ્યા પછી વરસાદે એકવાર ફરી આ રાજ્ય પર પોતાનો જુલમ વરસાવવો શરૂ કરી દીધો છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર