યોગી બન્યા યુપીના 21મા સીએમ, કેશવ-દિનેશે લીધા ડિપ્ટી CMના શપથ

રવિવાર, 19 માર્ચ 2017 (14:32 IST)
કયા કયાં નેતાઓ મંત્રીપદના લીધા શપથ?
 
સતિશ મહાના
સ્વામી પ્રસાદ મૌર્ય
ઓમપ્રકાશ રાજભર
જયપ્રકાશ સિંહ
રામપતિ શાસ્ત્રી
સત્યદેવ પ્રચોરી
એસપી સિંહ બધેલ
ધરમપાલ સિંહ
દારા સિંહ ચૌહાણ
રિતા બહુગુણા જોશી
રાજેશ અગ્રવાલ
સતિશ મહાના
સ્વામી પ્રસાદ મૌર્ય
સુરેશ ખન્ના
સૂર્યપ્રતાપ સાહી
 
 
યોગી આદિત્યનાથે લીધા સીએમ પદના શપથ, આ સાથે બે ઉપ ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને ડો. દિનેશ શર્માએ પણ શપથ લીધા. રાજ્યપાલ રામ નાઈકે શપથ લેવડાવ્યાં.
 
શપથગ્રહણ સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ રક્ષામંત્રી અને હાલ ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેપૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઉપમુખ્યમંત્રી નીર્મલ સિંહ, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ભાજપના નેતા મુરલી મનોહર જોશી હાજર છે.
 
 
 
 યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી તમામ સંભાવનાઓને અચાનક બદલીને ભાજપના સીએમ પદના નામ માટે યોગી આદિત્યનાથનું નામ મંજૂર કરાયું  શનિવારે ધારાસભ્યોના દળની બેઠકમાં ઔપચારિક રીતે યોગી આદિત્યનાથનું નામ રજૂ થતાં જ તેમને ધારાસભ્યોના નેતાની વરણી કરી દેવામાં આવી હતી. યોગી આદિત્યનાથ ગોરખપુર લોકસભાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
 

વેબદુનિયા પર વાંચો