આ અગાઉ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. 27 રન પર ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ખ્વાજા અને માર્શે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ખૂબ ધીમી બેટિંગ કરી હતી. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર કુમાર અને શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. યુજવેન્દ્ર ચહલે સ્ટોઇનિસને 10 રને, ઉસ્માન ખ્વાઝાને 34 રને અને શોન માર્શને 39 રને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપતાં ઓપનર એલેક્સ કેરીને (5 રન) વિરાટ કોહલીના હાથમાં અને એરોન ફિન્ચને (14 રન) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.