રોહિતની સદી ગઈ બેકાર, AUS એ પ્રથમ વનડેમાં ભારતને 34 રનથી હરાવ્યુ

શનિવાર, 12 જાન્યુઆરી 2019 (17:33 IST)
ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે મેચોની શ્રેણીની સિડની ક્રિકેટ ગ્રાઉંડમાં રમાયેલ પ્રથમ શ્રેણીમાં ભારતને 34 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે.  બંને ટીમ વચ્ચે શ્રેણીની બીજી મેચ એડિલેડમાં 15 જાન્યુઆરીના રોજ રમાશે. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા કંગારૂ ટીમે પીટૅર હૈડ્સકૉમ્બ (73) અને શૉન માર્શ (59) અને ઉસ્માન ખ્વાજા (59) ની રમતને કારણે 50 ઓવરમાં 288 રનનો સન્માનજનક સ્કોર ઉભો કર્યો. . તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 254 રન જ બનાવી શકી હતી.  આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 
 
ટીમ ઈન્ડિયાના રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી એળે ગઇ હતી. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી. ભારતે 4 રન પર 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાના ધોનીએ 51 રનની ઇનિંગ રમી હતી. રોહિત અને ધોનીએ ચોથી વિકેટ માટે 137 રનની ભાગેદારી કરી હતી. ટીમ ઇન્ડિયા તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 51 રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના કપ્તાન એરોન ફિંચે શનિવારે (12 જાન્યુઆરી)ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉંડ (SCG) પર રમાય રહેલ પ્રથમ વનડે મેચમાં ભારત વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમ વચ્ચે ત્રણ મેચને વનડે શ્રેણીની આ પ્રથમ મેચ છે. બંને ટીમોની કોશિશ આ મેચને જીત શ્રેણીમાં બઢત લેવાની રહેશે. ભારત આ શ્રેણીમાં ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવી ચુકી છે. ભારતે મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદના રૂપમાં ત્રણ બોલરો પસંદ કર્યા છે. બીજી બાજુ ટીમમાં રવિન્દ્ર જડેજા અને કુલદીપ યાદવના રૂપમાં બે સ્પિનરોને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને બીસીસીઆઈની પ્રશાસક સમિતિ (COA) ની અનુશાસનાત્મક કાર્યવાહી પછી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા નથી. 
 
સ્કોર માટે અહી ક્લિક કરો 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર