તેમણે કહ્યું કે ઓંડામાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે કોતુલપુર, જોયપુર, પત્રસાયર અને ઇન્દાસ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે જણાવ્યું હતું કે પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે.