રંજીત સિંહ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહિમ સહિત 5 આરોપીઓને આજીવન કેદ, 31 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો

સોમવાર, 18 ઑક્ટોબર 2021 (17:29 IST)
ડેરા સચ્ચા સૌદાના પૂર્વ પ્રબંધક રંજીત સિંહ હત્યાકાંડ (Ranjeet singh Murder Case) ના મામલે ગુરમીત રામ રહીમ (Ram Rahim) અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. 19 વર્ષ બાદ સોમવારે રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ(Panchkula CBI Court) એ રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિ ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. સાથે જ રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલ ત્રણ દોષીઓની સુનાવણી પુરી થઈ ચુકી છે. 

કોર્ટે રામ રહીમને પર ફટકાર્યો 31 લાખ રૂપિયાનો દંડ 
 
12 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલના વકીલ દ્વારા દલીલો પૂરી થઈ ચુકી હતી. સાથે જ આજની કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારના વકીલો દ્વારા દલીલો પણ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારબાદ સીબીઆઈની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. સજાની સાથે કોર્ટે ગુરમીત રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ અને અન્ય 4 આરોપીઓને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર