હરેશ સિંહ શહીદ જવાનની ઇચ્છા અધૂરી રહી

સોમવાર, 18 ઑક્ટોબર 2021 (13:20 IST)
ખેડા જિલ્લાના વધુ એક જવાને મા ભોમની રક્ષા કાજે જીવ ગુમાવ્યો છે. કપડવંજના વણઝારિયા ગામના 25 વર્ષીય જવાન જમ્મુમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. જવાનની શહીદીના સમાચાર મળતા જ તાલુકાનું 2500 ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે. ગામના હરીશ સિંહ વાઘાભાઈ પરમાર નામના નવયુવાન  જમ્મુમાં શહીદ થયાના સમાચાર મળતા જ ગ્રામજનો તેમના ઘરે ઉમટી પડ્યા હતા. 
 
હરેશ સિંહ એક ખેડૂતના ઘરે જન્મેલા દીકરો હતો તેને બાળપણથી જ આર્મીમાં જોડાવા નો શોખ હતો, જેઓને કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડી દેશ સેવામાં જોડાઈ ગયા હતા.
2016માં હરીશસિંહ રાઘાભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. તે સમયે તેઓને આસામમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા. વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં બે પુત્રો છે. જેમાં હરીશસિંહ જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જ્યારે બીજો પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે. જમ્મુના પુંછ સેક્ટર માં આતંકીઓ સાથેની જૂથ અથડામણમાં જવાન શહીદ થતાં આખું ગામ, હરીશ પરમાર ના મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ પણ શોક મગ્ન બન્યા છે.
 
હરેશસિંહના માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા પણ તેની આ ઈચ્છા અધૂરી રહી ગઈ 
શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા ખાતે આવ્યા હતા. તેઓને ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી, પરંતુ કોરોનાકાળને કારણે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી 2 જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર