Aryan Khan Drug Case : આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ પહોંચ્યા છે

સોમવાર, 18 ઑક્ટોબર 2021 (14:49 IST)
આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ પહોંચ્યા છે. NCBના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં નેપાળ અને ઉત્તર બિહારના મુઝફ્ફરપુરના ડ્રગ્સ સપ્લાયર્સ નેટવર્કના પુરાવા મળી આવ્યા છે.  
 
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કેસમાં હવે બિહાર અને નેપાળનુ કનેક્શન સામે આવ્યુ છે. મુંબઈ એનસીબીએ આ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે પાર્ટીમાં સામેલ કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી. 
 
આર્યન ખાનની કાઉન્સેલિંગ કરી. આ કાઉન્સેલિંગ દરમિયાન આર્યને તેમને વાયદો કર્યો કે તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબો અને કમજોર લોકોની મદદ કરશે. આ ઉપરાંત આર્યને સમીર વાનખેડેને પણ એ કહ્યું કે તે એક દિવસ એવુ જરૂર કંઇક કરી બતાવશે જેનાથી તેના પર ગર્વ થશે. 
 
એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે ક્રુઝ પર પકડાયેલા આરોપીની પુછપરછમાં અત્યારસુધી ઘણા ખુલાસા થયા છે. નેપાળ અને ઉત્તર બિહારના મુઝફ્ફરપુરના ઘણા તસ્કર સાથે ડ્રગ સપ્લાયર્સનું નેટવર્ક સામે આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર