પત્નીનો આરોપ છે કે સાસુ અને પતિનો આગ્રહ હતો કે મારે પુત્રને જન્મ આપવો જોઈએ. પરંતુ પુત્રના આશામાં પાંચ પુત્રીનો જન્મ થયો. પતિને પુત્ર જોઈતો હતો. પાંચ દીકરીઓના જન્મ પછી હું ખૂબ જ નબળી પડી ગઈ હતી. એનિમિયા થઈ ગયો, જેના કારણે મારા માટે બાળક થવું મુશ્કેલ હતું. મેં ફેમિલી પ્લાનિંગ કર્યું. આ દરમિયાન પતિના સંબંધ એક વિધવા મહિલા સાથે બંધાયા હતા. અમારા લગ્નને 20 વર્ષ થયા છે. સાથે જ પતિનો મહિલા સાથે લગભગ સાત વર્ષથી સંબંધ છે.