બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.

રવિવાર, 13 ઑક્ટોબર 2024 (10:14 IST)
Baba Siddique- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ સાંસદ અન એનસીપી(અજીત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે.
 
રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, “બાબા સિદ્દીકીજીનું દુ:ખદ નિધન સ્તબ્ધ કરનારું અને દુ:ખદ છે. આ કઠણ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.”
 
તેમણે લખ્યું, “આ ભયાવહ ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની પૂર્ણ વિફલતાને ઉજાગર કરે છે. સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ.”
 
ઉલ્લેખનીય છે કે અજિત પવારની આગેવાની હેઠળના પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
 
શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વમાં તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 
આ ઘટના પછી થોડી જ વારમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફરન્સમાં બાબા સિદ્દીકીના નિધનની પુષ્ટિ કરી હતી.
 
મુખ્ય મંત્રી શિંદેએ જણાવ્યું હતું કે આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિ ફરાર છે. જેની ધરપકડ થઈ એમાંથી એક વ્યક્તિ હરિયાણાનો અને એક ઉત્તર પ્રદેશનો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર