Land For Job Scam: લાલુ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીને રૂ. 50,000ના અંગત બોન્ડ પર જામીન મળ્યા

બુધવાર, 15 માર્ચ 2023 (12:21 IST)
Land For Job Scam:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમની પુત્રી અને આરજેડી સાંસદ મીસા ભારતીને જામીનના બદલામાં નોકરી મામલે જમાનત મળી ગઈ છે. રૉઉજ એવેન્યુ કોર્ટે લાલૂ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીને 50,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. કેસની આગામી સુનાવણી 29 માર્ચે થશે.
 
રેલવેમાં નોકરીના બદલામા જમીન મામએલ ત્રણ આરોપી મંગળવાર (15 માર્ચ)ના રોજ દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં રજુ થયા હતા. સુનાવણી શરૂ થતા બધા આરોપીઓએ કોર્ટમાં જજની સામે પોતાની હાજરી હાથ ઉંચો કરીને નોંધાવી. 
 
 કોર્ટે આપી જામીન 
ત્યારબાદ લાલૂ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીને કોર્ટેમા જામીન અરજી દાખલ કરી. કોર્ટે ત્રણેય અરજી મંજૂર કરતા બધા આરોપીઓને 50 હજાર રૂપિયાના વ્યક્તિગત બોંડ પર જામીનનો આદેશ આપ્યો. 
 
લાલૂ યાદવ પર આરોપ છે કે તેમણે રેલ મંત્રી રહેવા દરમિયાન નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લીધી હતી. સીબીઆઈએ ગયા વર્ષે 18 મે ના રોજ લાલૂ યાદ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. 
 
CBI અને EDએ કરી પૂછપરછ 
અગાઉ 6 માર્ચે સીબીઆઈ પટનામાં રાબડી દેવીના ઘરે પહોંચી હતી, જ્યાં તેણે પૂર્વ મુખ્યમંત્રીની પૂછપરછ કરી હતી. બીજા જ દિવસે, 7 માર્ચે, સીબીઆઈની ટીમ મીસા ભારતીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી. અહીં સીબીઆઈએ કૌભાંડ કેસમાં લાલુ યાદવની પૂછપરછ કરી હતી.
 
પૂછપરછના ત્રણ દિવસ બાદ EDની ટીમે લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને તેમના પરિવાર અને નજીકના મિત્રોના લગભગ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન તેને 600 કરોડના આર્થિક ગુનાની જાણકારી મળી હતી. EDએ કહ્યું કે 1 કરોડ રોકડા, 1900 ડોલર, 540 ગ્રામ સોનું અને 1.5 કિલો સોનાના દાગીના મળી આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર