સિંઘૂ બોર્ડર LIVE: મોટી સંખ્યામાં પહોચ્યા લોકો, સિંધૂ બોર્ડર ખાલી કરો ના લગાવ્યા નારા

શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (13:58 IST)
ટ્રેક્ટર આંદોલન દરમિયાન થયેલ હિંસા પછી આંદોલન ખતમ થવાનો અંદાજ હતો. યુપી સરકાર તરફથી ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન ખતમ કરવાનો આદેશ આપવામાં આવ્યો.  ખેડૂત નેતા રાકેશ ટિકેત આંદોલન ખતમ ન કરવા પર કાયમ છે. તેમણે આંખોમાં આંસુ સાથે ખેડૂતોને ભાવુક અપીલ કરી.  ત્યારબાદ ગાજીપુર બોર્ડર પર વાતાવરણ બદલાય ગયુ છે. હવે જે લોકો આ અંદોલનને અત્યાર સુધી પડદા પાછળથી ટેકો આપતા હતા તે સાર્વજનિક રૂપે સામે આવ્યા છે.  દિલ્હી ના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ખેડૂત  આંદોલનની વ્યવસ્થા જોવા પહોચ્યા. સિસોદિયાએ કહ્યુ કે મને કેજરીવાલજીએ અહી મોકલ્યો છે. ગઈકાલે રાત્રે તમારી વાત થઈ. ત્યારબાદ તેમણે અહી પાણીના ટૈકર અને અન્ય વ્યવસ્થા કરાવી.  તેમણે મને નિરીક્ષણ માટે કહ્યુ હતુ.  તેમને એ પણ કહ્યુ કે અન્ય કંઈ પણ જરૂર હોય તો દિલ્હી સરકાર તમારી સેવા માટે તૈયાર 
 
- ખેડૂત નેતા રાકેશ ટીકેતે કહ્યું- 'આ સામાન્ય માણસ ખેડૂતનું આંદોલન છે'
 
- અમે યુ.પી.નું પાણી પીશું, અમે નથી ઇચ્છતા કે અમારા માટે દિલ્હીથી પાણીનાં ટેન્કર આવે, તેઓ સરહદની તે બાજુ ઉભા રહે. અમે અમારી જમીનનું જ પાણી પીશું - ખેડૂત નેતા રાકેશ ટીકેત 
 
- ખેડૂત આંદોલન: 'સરહદ ખાલી કરો' ના નારા લગાવતા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા
 
- લોકો સિંઘુ સરહદ પર ઉભેલા ખેડુતોને હટાવવા પહોંચી ગયા

04:30 PM, 29th Jan
- સિંઘુ બોર્ડર પર બબાલ : SP વડા અખિલેશ યાદવનું ટ્વીટ - ભાજપાઈ ઉપદ્રવીઓએ  ખેડૂતો પર પથ્થરમારો કર્યો

 
- દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદોએ સંસદ સંકુલમાં ગાંધીજીની પ્રતિમા સામે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
 
-  સિંઘુ બોર્ડર પર થયેલી અથડામણમાં અલીપુરના એસએચઓ થયા ઘાયલ.
 
- સ્થાનિક લોકો પ્રદર્શનકારી ખેડૂતોને સિંઘુ બોર્ડરથી હટાવવાની માંગ લઈને પહોંચ્યા, પોલીસ-ખેડૂતોની અથડામણ
 
-  રોષે ભરાયેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડ્યો 
 

02:02 PM, 29th Jan

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર