કર્ણાટકના મત્રીએ રાહત કેમ્પમાં પૂર પીડિતો પર ફેંક્યુ બિસ્કુટ, Video થયો વાયરલ

મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (11:34 IST)
રાહત કેમ્પમાં શરણ લેનારા પૂર પીડિતો પર બિસ્કુટ ફેંકતો વીડિયો વાયરલ થયા પછી કર્ણાટક સરકારના મંત્રી એચડી રેવન્ના મુશ્કેલીમાં પડી ગયા છે. વીડિયોમાં આ બતાવાય રહ્યુ છે કે હસન જીલ્લાના રાહત કેમ્પમાં કર્ણાટકના પીડબલ્યૂડી મંત્રી રેવન્ના  અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભાઈ પેકેટમાંથી બિસ્કિટ ઉઠાવીને એ લોકો પર ફેંકી રહ્યા છે જેમણે પૂર રાહત કેમ્પમાં શરણ લીધી છે. 

આ વીડિયો અનેક ટેલીવિઝન ચેનલ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી રાજનેતાઓ અને બીજેપીના નેતાઓએ રેવન્નની આ કાર્યવાહીને અસંવેદનહીન બતાવી છે. સીનિયર બીજેપી નેતા એસ. સુરેશ કુમારે રેવન્નાના આ પગલાની આલોચના કરી છે. 
 
તેમણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યુ - ડિયર પબ્લિક વર્ક્સ મિનિસ્ટર, બિસ્કિટ ફેંકવુ (પૂર પીડિતો પર) કોઈ પબ્લિક વર્ક નથી. આ એક મોટો અહંકાર અને અસભ્ય વ્યવ્હાર છે. જો કે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ રેવન્નાનો બચાવ કરત કહ્યુ - રેવન્નાએ આ વ્યવ્હાર અહંકારને કારણે નહોતો કર્યો.૘ 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર