હવે ચીનની સેના લદ્દાખ સીમાના આ પાર કે પેલે પાર ભારત વિરુદ્ધ કોઈ નાપાક હરકત કરશે તો તરત જ જાણ થઈ જશે. ભારતીય સેનાને ઈઝરયલે એવા ડ્રોંસ આપ્યા છે જેના કેમેરા સેંસર્સ અને રાડાર કોઈ બાજની નજર જેવા તેજ છે. તેનુ નામ હેરોન ડ્રોન્સ (Heron Drones)છે. ભારતીય સેનાએ ચાર હેરોન ડ્રોન્સને લદ્દાખ સેક્ટરમાં ગોઠવ્યા છે. હવે આ આકાશમાંથી જ ચીની સેનાની હરકતોનો એક્સરે કરતા રહેશે. ચીનની દરેક ગતિવિધિની માહિતી ભારતીય સેના અને ઈંટેલિજેંસને મળતી રહેશે.
એક વાર ઉડાણ ભર્યા બાદ હેરોન ડ્રોન 52 કલાક સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે. તે જમીનથી 35,000 ફૂટ અથવા સાડા દસ કિલોમીટરની ઊંચાઈ પર ખૂબ શાંતિથી ઉડી શકે છે. તેને નિયંત્રિત કરવા માટે જમીન પર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ્સ હોય છે. આ ડ્રોન કોઈપણ સિઝનમાં ઉડવા માટે સક્ષમ છે. ઇઝરાયલી બનાવટના ચાર હેરોન ડ્રોન અત્યાધુનિક છે. તેમની તાકાત, ક્ષમતા, ઉડ્ડયનનો સમય ભારતીય સેનાના તમામ ડ્રોન કરતા ઘણો વધારે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ડ્રોનને કોઈ પણ રીતે જામ કરી શકાતા નથી. એટલે કે તે જામિંગ વિરોધી ટેકનોલોજી ધરાવે છે