સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, "બ્રિટિશ સરકારે સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકરની ડિગ્રી જપ્ત કરી હતી. છતાં આપણે તેમને બેરિસ્ટર કહીએ છીએ. 10 વર્ષ પછી સરકાર બેરિસ્ટરની ઉપાધિ પાછી લાવી રહી છે તો અમે તેનું સ્વાગત કરીશું."
સંજય રાઉતે કહ્યું કે, "અમારી માગણી છે કે ડિગ્રી તો પાછી મળી જશે, તે કાગળનો ટુકડો છે. પરંતુ અમારી માગ છે કે સાવરકર સાહેબને ભારતરત્ન આપીને તેમનું સન્માન કરવામાં કેમ નથી આવતું."