હિમાચલ પ્રદેશ : સુખવિંદરસિંહ સુક્ખૂએ લીધા મુખ્ય મંત્રીપદના શપથ

રવિવાર, 11 ડિસેમ્બર 2022 (16:24 IST)
સુખવિંદરસિંહ સુક્ખૂએ હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી તરીકે આજે શપથ લઈ લીધા છે.
 
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે બહુમત મેળવ્યા બાદ કૉંગ્રેસ ઑબ્ઝર્વરોની હાજરીમાં શનિવારે ધારાસભ્યદળની બેઠકમાં સુખવિંદર સુક્ખૂને નેતા ચૂંટી લેવાયા.
 
સુખવિંદરસિંહ સુક્ખૂ સાથે મુકેશ અગ્નિહોત્રીએ ઉપમુખ્ય મંત્રીપદના શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યાં હતાં. 
 
 
હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌન તાલુકાના સેરા ગામના સુખવિંદરસિંહ સુક્ખૂનો જન્મ 26 માર્ચ 1964ના રોજ થયો હતો.
 
સુક્ખૂ કૉલેજકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
 
સુક્ખૂ હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં શરૂઆતથી માંડીને એલએલ. બી. સુધી ભણ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર