શાળામાં જવા માટે બે ભાઈ ન્હાવા બાથરૂમમાં ગયા, 15 મિનિટ પછી મળી બંનેની લાશ

મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (17:43 IST)
મહારાષ્ટ્રના પુણેમાં એક મામલો સામે આવ્યો છે. અહી એક ઘરમાં ગૈસ ગીઝરને કારણે દમ ઘૂંટાવવાથી બે ભાઈઓના મોત થઈ ગયા. બાથરૂમમાં પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ગીઝર ખૂબ વધુ ગરમ થઈ ગયુ હતુ. જેને કારણે કાર્બન મોનોક્સાઈડ વાયુમાં ફેલાય ગયો. બાથરૂમમાં દમ ઘૂંટી જવાથી બે ભાઈઓના મોત થઈ ગયા. આ ઘટના શ્રી ક્ષેત્ર ભીમાશંકર સ્થિતમાં બની.  આદિત્ય (17) અને અભિષેક (14) નુ મોત થઈ ગયુ છે.  આ  ઘટનાને કારણે વિસ્તારમાં સનસની ફેલાય ગઈ છે. પરિવારના લોકોનો રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. બંને ભાઈઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. 
 
આદિત્ય અને અભિષેક બંને ભાઈ ભીમાશંકર વિસ્તારમાં રહે છે. આદિત્ય દસમુ અને અભિષેક આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આંબેગામ તહસીલના શિવશંકર વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા.  ગણતંત્ર દિવસ પર ધ્વજારોહણ માટે શાળામાં જવાની તૈયારી કરી રહ્યા હતા. ધ્વાજારોહણમાં સમય પર પહોંચવા માટે બંને ભાઈ સાથે જ નાહી રહ્યા હતા.  ન્હાતા પહેલા પોતાના મિત્રો સાથે બંનેયે વાત કરી હતી. કેટલા વાગ્યે સ્કૂલ જવાનુ છે.. કંઈ એસટી બસમાં જવાનુ છે. બંને વચ્ચે સાઢા સાત વાગ્યાની બસથી શાળા જવાની વાત નક્કી થઈ હતી.  તેમણે ગીઝરનુ હીટ લેવલ વધાર્યુ. જેને કારણે બાથરૂમમાં મોટા પાયા પર વરાળ બની ગઈ હતી.  તેના દ્વારા બનેલી કાર્બન મોનૉક્સાઈડ વાયુને કારણે બંને બેહોશ થઈ ગયા હતા. 15 મિનિટ સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા તેમની મા બાથરૂમમાં ગઈ હતી તો બંને ભાઈ એક બીજા પર પડેલા હતા. બાળકોની માતાએ બૂમાબૂમ કરીને આસપાસના લોકોને એકત્ર કર્યા હતા. 
 
બન્નેને તરત જ ભીમાશંકર સ્થિત પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. ભીમાશંકરમાં ડોક્ટર ન હોવાને કારણે 13 કિમી દૂર તલેઘર સ્થિત પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવ્યા. ત્યાના કર્મચારીઓએ 34 કિમે દૂર ઘોડેગાવ ગ્રામીણ હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કહ્યુ.  આ દરમિયાન ઘોડેગવ હોસ્પિટલના ડો. નંદકુમાર પોખરકરે બંનેના ઈલાજ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર