ઉત્તરાખંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત ઉત્તરકાશી જિલ્લાના ગંગણીમાં થયો હતો. પોલીસ, વહીવટીતંત્ર અને NDRF-SDRF એ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી.
મુખ્યમંત્રી ધામીએ શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશી જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના X હેન્ડલ પર ટ્વિટ કરીને માહિતી આપી કે SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્રને ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.