મળતી માહિતી મુજબ દૂધપથરી, સોનમર્ગ, ઝોજિલા પાસ, જેડે ગલી, યુસમાર્ગ, પીર કી ગલી અને સિંથાન ટોપ વિસ્તારમાં તાજી હિમવર્ષા થઈ છે. દૂધપથરીમાં 4-6 ઈંચ હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે સોનમર્ગમાં 4 ઈંચ, ઝોજિલા પાસમાં 6 ઈંચ, જેડે ગલીમાં 5 ઈંચ, યુસમાર્ગમાં 4 ઈંચ, પીર કી ગલીમાં 2 ઈંચ અને સિંથન ટોપમાં 4 ઈંચ નોંધાઈ હતી.