ગુજરાત 46 ડિગ્રીએ શેકાયું, આ શહેરોમાં અગ્નભટ્ટીમાં શેકાયા

ગુરુવાર, 23 મે 2024 (08:24 IST)
weather updates- 
 
IMDએ કહ્યું કે ઘણી જગ્યાએ તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. દેશમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને, ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો માટે 'રેડ એલર્ટ' જારી કરી છે,

અમદાવાદમાં સીઝનની હાઈએસ્ટ 45.9  ડિગ્રી ગરમી નોંધાઈ છે અને અમદાવાદ હિટવેવનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.અમદાવાદમાં 46 ડિગ્રી કહી શકાય તેટલી અતિ અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલી બની રહી છે. 

બપોરના સમયે લોકો હવે કામ સીવાય ઘરની બહાર નીકળતા જ નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે
 
જેમાં રાજ્યના અમદાવાદના, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,સુરત તેમજ વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં તાપમાન વધુ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર