આપી દીધી હતી અને આ મહિનાના અંતમાં બંને સત્તાવાર રીતે ભિક્ષુ બનશે.
હિંમતનગર સ્થિત કન્સ્ટ્રક્શનના વેપારી તેમની 19 વર્ષની પુત્રી અને 16 વર્ષના પુત્રના પગલે ચાલી રહ્યા છે, જેઓ 2022માં સાધુ બન્યા હતા. તેમના સમુદાયના લોકો કહે છે કે ભાવેશ અને તેમની પત્ની તેમના બાળકોના "ભૌતિક સુખ-સુવિધાઓ છોડો તપ પથમાં સામેલ થાવ"ના પગલાથી ખૂબ જ પ્રેરિત થયા હતા.
22 એપ્રિલના રોજ શપથ લીધા પછી, દંપતીએ તમામ પારિવારિક સંબંધો તોડવા પડશે અને તેમને કોઈપણ 'ભૌતિક વસ્તુઓ' રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ તેઓ ઉઘાડા પગે સમગ્ર ભારતમાં પ્રવાસ કરશે અને માત્ર ભિક્ષા પર જ જીવન વિતાવશે. તેમને માત્ર બે સફેદ કપડાં, ભિક્ષા માટે એક વાટકો અને રજોહરણ રાખવાની મંજૂરી આપવામાં આવશે. રજોહરણ એક સાવરણી છે જેનો ઉપયોગ જૈન સાધુઓ બેસતા પહેલા જગ્યા સાફ કરવા માટે કરે છે - આ અહિંસાના માર્ગનું પ્રતીક છે અને બંને તેનું પાલન કરશે.
પોતાની સપત્તિ માટે જાણીતા ભંડારી દંપતિનાં આ નિર્ણયે રાજ્યમાં સોંનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. ભંડારી પરિવારનું નામ પણ ભવરલાલ જૈન જેવા કેટલાક અન્ય લોકો સાથે જોડાય ગયું છે, જેમણે સાધુ બનતા પહેલા પોતાની અબજોની સંપત્તિ અને સુખ-સુવિધાઓ છોડી દીધી હતી.
ભંડારી દંપતીએ 35 અન્ય લોકો સાથે ચાર કિલોમીટર સુધી શોભાયાત્રા કાઢી હતી, જ્યાં તેઓએ તેમના મોબાઈલ ફોન અને એર કંડિશનર સહિતની તમામ સંપત્તિ દાનમાં આપી હતી. શોભાયાત્રાના વીડિયોમાં બંને રથ પર રાજવી પરિવારની જેમ પોશાક પહેરેલા જોવા મળે છે.
જૈન ધર્મમાં 'દીક્ષા' લેવી એ એક મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે, જ્યાં વ્યક્તિ ભૌતિક સુખ-સુવિધાઓ વગર રહે છે અને ભિક્ષા પર જીવે છે અને દેશભરમાં ખુલ્લા પગે ભટકતો રહે છે. ગયા વર્ષે, ગુજરાતમાં એક કરોડપતિ હીરાના વેપારી અને તેમની પત્નીએ તેમના 12 વર્ષનાં પુત્ર દ્વારા દિક્ષા લેવાના પાંચ વર્ષ પછી આવું જ પગલું લીધું હતું.