સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરશો તેને 2 લાખનો દંડ અને 7 વર્ષની થશે સજા - મોદી સરકાર લાવી અધ્યાદેશ

બુધવાર, 22 એપ્રિલ 2020 (16:39 IST)
કેન્દ્ર સરકારે સ્વાસ્થ્યકર્મચારીઓ વિરુદ્ધ થનારા હુમલા અને ઉત્પીડનને રોકવા માટે અધ્યાદેશ લઈને આવી છે.  સ્થ્ય કર્મચારીઓ પર સતત થઈ રહેલા હુમલા પર મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારનાં કેન્દ્રિય કેબિનટની બેઠકમાં એક વટહુકમ પાસ કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓની વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. આમાં 3 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણયોની જાણકારી આપી.
 
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “આજે અનેક ડૉક્ટરોની વિરુદ્ધ હુમલાની જાણકારી સામે આવી રહી છે. સરકાર આને સહન નહીં કરે. સરકાર આને લઇને વટહુકમ લાવી છે.” મંત્રીએ કહ્યું કે, “મેડિકલ કર્મચારીઓ પર હુમલો કરનારાઓને જમાનત નહીં મળે, 30 દિવસની અંદર આની તપાસ પુરી થશે. 1 વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે, જ્યારે 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત ગંભીર કેસમાં 6 મહિનાથી 7 વર્ષની સજાની જોગવાઈ છે. ગંભીર કેસમાં 50 હજારથી 2 લાખનો દંડ પણ લગાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર