Viral Video - Live Concert વચ્ચે સોનૂ નિગમને અચાનક દુ:ખાવો ઉપડ્યો, તબિયત બગડતા ચીસો પાડવા માંડ્યા સિંગર, દર્દનાક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા લોકો

સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (16:17 IST)
Sonu Nigam Health: બોલીવુડના જાણીતા ગાયક સોનુ નિગમના ફેંસ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં એક લાઈવ પરફોર્મેંસ દરમિયાન તેમની પીઠમાં ભયાનક દુ:ખાવો થયો જેનાથી તેઓ દર્દથી ચીસો પાડવા માંડ્યા હતા. પણ એક સાચા કલાકારની જેમ તેમણે પોતાની પ્રસ્તુતિ ચાલુ રાખી, પણ દર્શકોને આ વાતનો અહેસાસ પણ ન થવા દીધો કે તેઓ તકલીફમાં છે. 
 
એવુ લાગી રહ્યુ હતુ જાણે કરોડરજ્જુમાં સોઈ ખૂંચી રહી હોય - સોનૂ નિગમ 
સોનૂ નિગમે પોતાના ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો. જેમા તેમણે પોતાનો અનુભવ બતાવ્યો. તેમણે કહ્યુ, આ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસમાંથી એક હતો, પણ ચિંતાજનક પણ. હુ સ્ટેજ પર હતો અને જેવો જ થોડો હલ્યો કે અચાનક મારા પીઠ પર તીવ્ર દુ:ખાવો શરૂ થઈ ગયો. એવુ લાગ્યુ જાણે કોઈએ મારા પીઠ પર સોઈ ઘુસાડી દીધી. અને થોડીક હલચલથી આ દુ:ખાવો વધુ વધી ગયો હતો. પણ તેમ છતા તેમણે શો ને વચ્ચે છોડ્યો નહી. સોનૂ નિગમે કહ્યુ, સરસ્વતી માતાએ મારો હાથ પકડી રાખ્યો હતો. તેથી મે ગીત ચાલુ રાખ્યુ અને શો પુરો કર્યો.  
 
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 
જેવા જ સોનૂ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો, ફેંસ ભાવુક થઈ ગયા. હજારો લોકો તેમની હેલ્થને લઈને ચિંતા બતાડવા લાગ્યા અને તેમના જલ્દી જ સાજા થવાની પ્રાર્થના કરવા લાગ્યા. એક ફૈને કમેંટ કર્યુ, "સરસ્વતી મા પોતાના સૌથી પ્રિય સાધકનો સાથ ક્યારેય નહી છોડે. તમે દરેક મુશ્કેલીમાંથી બહાર આવી જશો. બીજી બાજુ એક અન્ય યુઝરે લખ્યુ, તમે અમારી માટે ઈશ્વરની અણમોલ ભેટ છો, મહેરબાની કરીને તમારુ ધ્યાન રાખો."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Nigam (@sonunigamofficial)

 
પદ્મ પુરસ્કાર પર ઉઠાવ્યા પ્રશ્નો
સોનુ નિગમે પણ તાજેતરમાં પદ્મ પુરસ્કારો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ સન્માન મહાન ગાયકો મોહમ્મદ રફી અને કિશોર કુમારને અત્યાર સુધી કેમ આપવામાં આવ્યું નથી. તેમનું માનવું છે કે આ સંગીત દિગ્ગજોને તેઓ લાયક માન્યતા અને સન્માન મળવું જોઈએ.
 
દુઃખમાં પણ તેમણે પોતાનું સંગીત ચાલુ રાખ્યું
લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન સોનુ નિગમ માટે દુખાવો અસહ્ય હતો, પરંતુ તેણે તેને પોતાના ગાયકી પર પ્રભુત્વ ન આપ્યું. તેમના ચાહકો અને ઉદ્યોગના લોકોએ તેમના સમર્પણ અને વ્યાવસાયિક શૈલીને સલામ કરી. આ ખરેખર દર્શાવે છે કે સંગીત ફક્ત તેમનો વ્યવસાય નથી પણ આત્માનો અવાજ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર