જી હા એક એવી જનજાતિ છે 'ગરાસિયા' (Garasia Tribe)જે મુખ્ય રીતે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં રહે છે. આ જનજાતિના યુવા પહેલા પસંદની યુવતી સાથે લિવ-ઈનમાં રહે છે. બાળકો જન્મ્યા પછી જ બંને લગ્નના બંધનમાં બંધાય શકે છે. જો બંનેના લિવ ઈનમાં રહેવા પછી પણ બાળકો ન થાય તો તેઓ જુદા થઈ જાય છે. પછી કોઈ અન્ય સાથે લિવ ઈનમાં રહી બાળકો પેદા કરવાની કોશિશ કરે છે. રાજસ્થાનના ઉદયપુર, સિરોહી અને પાલી જીલ્લામાં ગરાસિયા જનજાતિ રહે છે.
આ જનજાતિની અનોખી પરંપરા આજના મોર્ડન સોસાયટીની લિવ ઈનથી સાથે મળતી આવે છે. અહી જવાન થયા પછી છોકરા છોકરીઓએ પરસ્પર સહમતિથી એક બીજા સાથે લિવ-ઈનમાં રહે છે. ત્યારબાદ બાળકો થયા પછી જ લગ્ન કરે છે. મોટાભાગે બાળકો પેદા થયા પછી પરિવારની જવાબદારીને કારણે જ આ લોકો લગ્નને ટાળતા રહે છે. અનેકવાર તો 50 કે તેનાથી અધિક વયમાં તેઓ આ સંબંધને લગ્નમાં ફેરવે છે. આ દરમિયાન અનેકવાર જવાન પુત્ર અને પૌત્ર પણ તેમના લગ્નમાં જોડાય છે.
તાજેતરમાં જ એક 80 વર્ષના વડીલ પાબુરાએ પોતાની 70 વર્ષીય લિવ ઈન પાર્ટનર રૂપલી સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં પાબુરાના પપૌત્ર પણ જોડાઅયા. રાજસ્થાન અને ગુજરાતમાં આ સમાજનો બે દિવસનો વિવાહ મેળો લાગે છે. જેમા ટીનએજર એક બીજાને મળે છે અને ભાગી જાય છે. ભાગીને પરત આવીને તેઓ લગ્ન વગર જ પતિ-પત્નીની જેમ સાથે રહે છે. આ દરમિયાન સામાજીક સહમતિથી છોકરીવાળા કેટલાક પૈસા છોકરાવાળાને આપે છે . જો કે બાળકો પેદા થયા પછી તેઓ પોતાની સગવડ મુજબ ગમે ત્યારે લગ્ન કરી શકે છે.