ભારતને વર્ષ 2027 સુધી મળી શકે છે પ્રથમ CJI કૉલેજિયમએ કરી છે આ 9 નામની સિફારિશ

બુધવાર, 18 ઑગસ્ટ 2021 (11:27 IST)
ભારતે 2027માં પ્રથમ મહિલ મુખ્ય ન્યાયાધીશ (CJI) મળી શકે છે. સુપ્રીમ કોર્ટની કૉલેજિયમએ મંગળવારે 22 મહીના પછી નવ નામની સિફારિશ મોકલી છે. ચીફ જસ્ટિસ ઑફ ઈંડિયાએ સરકાર પાસ આ 9 નામ મોકલ્યા છે જેમાં ત્રણ મહિલાઓ પણ શામેલ છે. જણાવીએ કે આ નામમાંથી એક આવનાર સમયમાં ભારતની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ ઑફ ઈંડિયા પણ બની શકે છે. 
 
સરકારે મોકલુઆ નામોમાં કર્નાટક ઉચ્ચ ન્યાયાલયથી ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાનો નામ પણ શામેલ છે. જે હવે પદોન્નાત થતા 2027માં દેશની પ્રથમ મહિલા સીજેઆઈ બની શકે છે. જસ્ટીસ નાગરથના ઉપરાંત, પાંચ સભ્યોના કોલેજિયમ દ્વારા પસંદ કરવામાં આવેલી અન્ય બે મહિલા જજોમાં જસ્ટિસ હિમા કોહલી, તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને જસ્ટિસ બેલા ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટમાં જજોનો સમાવેશ થાય છે.
 
કોલેજિયમ દ્વારા આપવામાં આવેલા બાકીના નામોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા (કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), વિક્રમ નાથ (ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), જીતેન્દ્ર કુમાર મહેશ્વરીનો સમાવેશ થાય છે.
 
(સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), સીટી રવિકુમાર (કેરળ હાઈકોર્ટમાં જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઈકોર્ટમાં જજ). 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર