જાણીતા શાયર રાહત ઈન્દોરીનુ કોરોના વાયરસ સંક્રમણથી નિધન

મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (17:40 IST)
જાણીતા શાયર ડૉ. રાહત ઈંદોરીનુ કોરોના વાયરસ સંક્રમણથી નિધન થઈ ગયુ છે.  તેમનુ કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે ઈલાજ માટે અરવિંદો હોસ્પિટલમાં દાખલ થયા હતા.   રાહત ઈંદોરીએ ખુદ ટ્વીટ કરી આ માહિતી આપી. 
 
જિરિબા સંક્રમણને કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેની માહિતી તેમણે જાતે પોતાને ફેસબુક એકાઉન્ટ પર પણ આપી દીધી હતી. અચાનક તેમને ત્રણ હાર્ટ એટેક આવ્યા અને તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા.  ડોક્ટરો મુજબ તેમના બંને ફેફ્સામાં કોરોનાનુ સંક્રમણ, કિડનીમાં સોજો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 
 
આ પહેલા તેમણે લખ્યુ હતુ કોવિડના શરૂઆતી લક્ષણ દેખાતા મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જેની રિપોર્ટ પોઝીટિવ આવી છે.  અરવિંદોમા એડમિટ છુ દુઆ કરો જલ્દી આ બીમારીને હરાવી દઉ.  એક વધુ વિનંતી છે. મને કે ઘરના લોકોને ફોન ન કરો.  મારી તબિયત ટ્વિટર અને ફેસબુક પર તમને મળતી રહેશે. આ ટવિટ પછી રાહત ઈંદોરીના ફેન્સ જલ્દી જ તેમના સ્વસ્થ થવાની દુઆ કરતા મેસેજ લખી રહ્યા હતા. પણ તેમના વિશે આ દુ:ખદ સમાચાર આવી ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર