દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાંથી રવિવારે જળ મંત્રાલયને આદેશ જારી કર્યો છે, જેની માહિતી મંત્રી આતિશી માર્લેનાએ આપી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં આતિશી માર્લેનાએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હીના લોકો માટે વિચારી રહ્યા છે અને દિલ્હીના લોકો કેજરીવાલના પરિવારનો એક ભાગ છે... કસ્ટડીમાં હોવા છતાં પણ મુખ્યમંત્રી દિલ્હીના લોકોની સમસ્યાઓ વિશે ખૂબ જ ચિંતિત છે.
આતિશી માર્લેનાએ જણાવ્યું કે કેજરીવાલે આદેશમાં કહ્યું કે, "દિલ્હીના લોકોને કોઈ પણ સંજોગોમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ." તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી કેસમાં 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલમાં 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે.