ક્રુઝ પર રેવ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ ડ્રગ્સ અને તેની વિરુદ્ધ કાયદાઓ અંગેની ચર્ચાઓ વચ્ચે, વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કેટીએસ તુલસીએ બુધવારે તેને જીવનની જરૂરિયાત ગણાવી હતી. તેમણે તેને દારૂ, ગુટકા અને તમાકુની જેમ ઉપયોગમાં લેવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે ડ્રગ્સનો સંતુલિત ઉપયોગ એ જીવનની જરૂરિયાત છે.
ANI સાથે વાત કરતા તુલસીએ કહ્યું, "ડ્રગ્સ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે અને ઘણી વખત ડ્રગ્સ જીવનની પીડા ઘટાડે છે. દારૂ, તમાકુ અને ગુટખા પણ શરીરને નુકસાન કરે છે. પરંતુ ટેક્સ ચૂકવીને આ ડ્રગ્સ વપરાશની છૂટ છે. તો શા માટે ડ્રગ્સની કેમ નહીં? ટેક્સ કલેક્શન પછી ડ્રગ્સનો ઉપયોગ કરવાની મંજૂરી છે. કેટલીકવાર ડ્રગ્સ દવાના રૂપમાં લેવાની હોય છે અને જો તેની જરૂર પડતી હોય તો તેનો ઉપયોગ કરવાની મંજૂરી શા માટે ન આપવી જોઈએ.
સંતુલિત માત્રામાં ડ્રગ્સના ઉપયોગની હિમાયત કરતા તુલસીએ કહ્યું કે તે માને છે કે એનડીપીએસ એક્ટ 1985માં સુધારો થવો જોઈએ, કારણ કે તેમા ક્યારેક લોકોનું શોષણ થાય છે. તેમણે કહ્યું, “ઓછી કે વધુ માત્રામાં ડ્રગ્સના ઉપયોગને લઈને NDCS એક્ટનો ઘણી વખત દુરુપયોગ થાય છે. એનડીપીએસ એક્ટમાં સુધારાની જરૂર છે