અઢી વર્ષથી સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવી રહી હતી
ડો.શિલ્પી છેલ્લા અઢી વર્ષથી હિસાર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ઓગસ્ટ 2019 માં, ડૉ. શિલ્પી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારે જોડાઈ હતી. ડો.શિલ્પી દિલ્હીની રહેવાસી હતી અને તેના લગ્ન સિરસામાં થયા હતા. એમપીએચડબ્લ્યુ, મેલેરિયા વિભાગ પોસ્ટના નૂર મોહમ્મદ એ જણાવ્યુ કે કે ડૉ. શિલ્પી દરેક પ્રત્યે એક્ટિવ હતી. તે હંમેશા ખુશ રહેતી. હંમેશા પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ ડો.શિલ્પીને રવિવારે સવારે કિડની ફેલ થઈ હતી અને બપોરે તેમનું અવસાન થયું હતું.