આ રાજ્યમાં લાગ્યુ Lockdown, મેટ્રો, રેલ, બસ સહિત તમામ સેવાઓ બંધ

રવિવાર, 9 જાન્યુઆરી 2022 (16:56 IST)
: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને પહોંચી વળવા તમિલનાડુ (Tamil Nadu)માં રવિવારે એક દિવસ માટે લોકડાઉન(Lockdown)લગાડવામા આવ્યુ.  પોલીસ, સ્થાનિક અને આરોગ્ય સત્તાવાળાઓએ તેનો અમલ થાય તેની ખાતરી કરવા માટે નજર રાખી. લોકડાઉનને કારણે રસ્તાઓ, બજારો, મોલ અને જાહેર સ્થળો નિર્જન રહ્યા હતા, પરંતુ રાજ્યમાં આવશ્યક સેવાઓના પુરવઠાને લગતા વાહનો અને લોકોને આરોગ્ય સહિત અન્ય વિસ્તારોમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.
 
હેલ્થકેર વર્કર્સ, સેનિટેશન વર્કર્સ અને સિવિક બોડી વર્કર્સે તેમનું નિયમિત કામ ચાલુ રાખ્યું હતું. ફ્લાઇટ સિવાય રેલ કામગીરી, બસ અને મેટ્રો રેલ જેવી જાહેર પરિવહન સેવાઓ સ્થગિત રહી. આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમે કહ્યું કે સર્વોચ્ચ સંસ્થા, આરોગ્ય અને પોલીસ સત્તાવાળાઓએ લોકડાઉનના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા માટે કડક તકેદારી રાખી હતી.
 
 ચેન્નઈ પોલીસે જણાવ્યું હતું કે શનિવારે 381 કેસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાને કારણે અને સોશિયલ ડિસ્ટેંસનુ પાલન ન કરવા બદલ 53 કેસ નોંધાયા હતા. કોરોના વાયરસના વધતા જતા કેસોને કાબુમાં લેવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નવા નિયંત્રણો અને નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયંત્રણો 6 જાન્યુઆરીથી લાગુ થશે. તેમણે રવિવારે લોકડાઉનની પણ જાહેરાત કરી હતી.

તમિલનાડુમાં શનિવારે  કોવિડ-19ના 10,978 નવા કેસ સામે આવતાં, રાજ્યમાં પોઝિટિવ લોકોની સંખ્યા વધીને 27,87,391 થઈ ગઈ છે. તે જ સમયે, વાયરસના કારણે વધુ 10 લોકોના મોતને કારણે મૃત્યુઆંક વધીને 36,843 થઈ ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર