તમારા રાવણ જેવા 100 માથા છે શુ ? PM મોદી પર હુમલો કરીને ફંસાયા મલ્લિકાર્જુન ખરગે

મંગળવાર, 29 નવેમ્બર 2022 (12:54 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણ માટે આજે સાંજે 5 વાગે પ્રચાર થંભી જશે. બધા દળોએ પોતાની તાકત લગાવીને જીત માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચેહરા પર વોટ માંગવા પર મજાક ઉડાવી. તેમણે પ્રધાનમંત્રી મોદીની તુલના રાવણ સાથે કરી દીધી. ખરગેએ કહ્યુ કે મોદી દરેક ચૂંટણીમાં જોવા મળે છે. શુ તેમના રાવણની જેમ 100 માથા છે. 
 કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ, 'બીજેપી નગરપાલિકા સુધીની ચૂંટણીમાં કહે છે કે મોદીને વોટ આપો.. શુ મોદી અહી કામ કરવા આવશે. પીએમ દરેક સમય પોતાની જ વાત કરે છે. તમે કોઈને ન જોશો બસ મોદીને જોઈને આપી દો વોટ.. તમારો ચેહરો કેટલી વાર જોવાનો. કોર્પોરેશનમાં તમારો ચેહરો જોવાનો, એમએલએના ઈલેક્શનમાં પણ તમારો ચેહરો જોવાનો, એમપી ઈલેક્શનમાં પણ તમારો ચેહરો જોવાનો.. દરેક સ્થાન પર.. તમારા રાવણ જેવા 100 ચેહરા છે શુ  ?
 
ખરગેનુ પીએમ મોદી વિશે વક્તવ્ય વોટ બેંક પ્રયોગ 
 
બીજી બાજુ હવે બીજેપી આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર હુમલાવર થઈ ગઈ છે. બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે કોંગ્રેસ એક વ્યક્તિનો વિરોધ કરતા કરતા સંવૈધાનિક પદોના વિરોધ કરવા પર ઉતરી આવી છે. ખરગેનુ પીએમ મોદી વિશે વક્તવ્ય સંયોગ નહી વોટ બેંક પ્રયોગ અને ઉદ્યોગ છે. 
 
ખરગે ગહલોતે કર્યો કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર 
 
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી બીજેપીનુ શાસન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ પોતાની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાંચ ડિસેમ્બરના બીજા ચરણમાં નસીબ અજમાવી રહેલ ભાજપા ઉમેદવારો માટે મંગળવારે પ્રચાર કરશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર