લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા માટે કરવામાં આવેલ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી. સીડબલ્યુસીએ રાહુલની આ રજુઆત નામંજૂર કરી દીધી. સીડબલ્યુસીના સભ્યોએ કહ્યુ કે પાર્ટીને રાહુલના માર્ગદર્શન અને નેતૃત્વની જરૂર છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક દરમિયાન પણ રાહુલના રાજીનામાની રજુઆત ના સમાચાર આવ્યા હતા. પણ ત્યારે પાર્ટીએ તેનાથી ઈનકાર કરવામાં આવ્યો હતો
એવુ માનવામાં આવી રહ્યુ છેકે બેઠકમાં પાર્ટીને લોકસભા ચૂંટણીમાં મળેલી હ અર પર ચર્ચા થઈ. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જ્યા પાર્ટીએ પાંચ મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત કર્ણાટક ચૂંટણીમાં થયેલ હાર પર પણ મંથન થયુ. અહી કોંગ્રેસ સત્તામાં હતી પણ આ વખતે ભાજપાએ 28માંથી 25 સીટો પર જીત નોંધાવી. કોંગ્રેસને ફક્ત એક સીટ પર સંતોષ કરવો પડ્યો.