NDRF ના 76 જવાન કોરોના પોઝિટિવ, અમ્ફાન ચક્રવાત દરમિયાન બંગાળમાં તૈનાત 50 જવાન પણ સામેલ

મંગળવાર, 9 જૂન 2020 (12:02 IST)
દેશમાં કોરોનાવાયરસથી સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. આ દુર્ઘટનામાં લોકોની મદદ કરી રહેલા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) પણ આની ચપેટમાં આવી ગયો છે.  એનડીઆરએફના 76 જવાનો કોરોના પોઝિટિવ મળ્યાં છે. તેમાંથી 50 સૈનિકો અમ્ફાન ચક્રવાત દરમિયાન પશ્ચિમ બંગાળમાં તૈનાત હતા. એનડીઆરએફના જણાવ્યા અનુસાર જે  26 જવાનોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, તેમની દિલ્હીમાં પોસ્ટિંગ હ, જેમાંથી કેટલાક મુખ્ય મથક સાથે સંકળાયેલા છે. બાકીના 50 જવાન કટકમાં સંક્રમિત જોવા મળ્યા હતાં.  તેઓ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન દરમિયાન પોતાનુ કામ કરીને પરત આવ્યા હતા; 
 
એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાને એનડીટીવીને કહ્યું, "રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના તમામ કર્મચારીઓ પર કોરોના (એસિમ્પટમેટિક) ના ચિહ્નો નથી. બધાને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે." તેમના મતે, ઓડિશા સરકારે 190 જવાનોનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી 50 કોરોના પોઝીટીવ છે. આ 190 જવાન ઓડિશા પ્રભાવિત પશ્ચિમ બંગાળથી ઓડિશા પાછા ફર્યા  પછી તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો. 
 
એનડીઆરએફના ડાયરેક્ટર જનરલએ વધુમાં કહ્યું, "જેમને ચેપ લાગ્યો તે સૈનિકોની સારવાર ચાલી રહી છે અને તેઓ હાલ ઠીક છે." એનડીઆરએફના જણાવ્યા અનુસાર, એક કર્મચારીને કટકની અશ્વિની કોવિડ -19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના જવાનોને  ભુવનેશ્વરની કેઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર